Wednesday, January 4, 2012

For Great Fathers:Love you Paaa

                                    માતાના ગુણગાન ભલે ગવાતા હોય, પણ ભારતિયો જેને જેને માતાનુ બિરુદ આપે છે તેને સૌથી વધૂ પીડે છે.    
આપણે ગાયને માતા કહીએ છીએ અને ભારતિય ગાયોની દુર્દશા જેવી ભારતમાં છે તેવી કદાચ બીજે ક્યાંય નહી હોય. ભારતિય ગાયો ઉકરડા, પ્લાસ્ટીકની થેલીઓ, કાગળના ડુચા અને ગંદકી આરોગી શેરીઓમાં ભટકી જીવન પૂરું કરે છે. હિન્દુઓ કહે છે કે ગાયમાતામાં સોલ કરોડ દેવતાઓનો વાસ છે, પણ ભારતિય ગાયને જોઈને કોઈપણ કહી શકે કે સોલ સત્તર રોગોનુ ઘર છે ભારતિય ગાય. અને સૌથી વધારે ગૌરક્ષક મંડળો પણ ભારતમા જ છે. હિન્દુઓને એની સહેજ પણ શેહશરમ પણ નથી.    
બીજુ માતાનુ બિરુદ આપણે નદીને આપીએ છીએ અને દુનિયાભરનો કચરો નદીમાં ઠાલવીએ છીએ. પહેલાં તો ધરમના નામે ફૂલહાર કે અસ્તિ કે લાશ વિસરજન નદીમાં થતું પણ હવે તો ઝેરી કેમિકલ અને તમામ પ્રકારનો ઔદ્યોગિક કચરો નદીઓમાં ઠલવાવા માંડ્યો છે. એકપણ ભારતિય નદીનુ પાણી પીવા લાયક રહ્યું નથી. હિન્દુઓ મરતા માણસના મોમાં પવિત્ર ગંગાજળ મૂકતાં. પણ હવે ગંગાનુ જળ એટલું દુષિત થઈ ગયું છે કે મરનાર ગંગાજળ મૂકતા વેંત જ દેહ છોડી દે. મને નથી લાગતું કે વિશ્વમાં ક્યાંય પણ નદીઓ આટલી દુષિત હશે.
ત્રીજું આપણે ભારત આપણી જન્મભૂમીને પણ માતાનું બિરુદ આપીએ છીએ. અને આ દેશની દુર્દશા કરવામાં આપણને વૈશ્વિક ખિતાબ મળવો જોઈએ તેટલી હદે આપણે ભારતની દુર્દશા કરી ચૂક્યા છીએ. તમામ કુદરતી ભંડારોથી સમૃધ્ધ દેશ વિશ્વ કલક પર હાંસીપાત્ર છે અને ભિખારીઓનો કે મદારીઓનો દેશ તરીકે ઓળખાય છે. અને આપણને કોઈ છોછ નથી. મેરા ભારતના ગાણા ગાવાથી દેશ સમૃધ્ધ નથી થતાં, પણ પરિશ્રમથી અને બુધ્ધિના સદઊપયોગથી થાય છે તેવી સાદી વાત પણ આપણે સમજી નથી શકતાં.     
ચોથું આપણે ધરતીને પણ માતાનુ બિરુદ આપીએ છીએ અને એ ધરતીમાતા ના સ્તન લોહીની ધારાઓ વહેવા માંડે ત્યાં સુધી ચૂસી રહ્યા છીએ વસ્તી વધારીને. પાત્રીસ કરોડની વસ્તી આજે સાઈઠ વર્ષમાં ૧૨૦ કરોડે પહોંચી ગઈ છે અને ૨૦૩૦ સુધી મા આપણે ૧૫૦ કરોડનો આંકડો વટાવી જઈશું. આ ધરતી કેટલું ખમશે તેવો વિચાર પણ આપણને આવતો નથી.
ભારતિય માતાઓને તેમના લાડલા પ્રસુતિ ઉપરાંત બીજી કેવી પીડાઓ આપે છે તે ભારતિય માતાઓ જ કહી શકે.

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ?
માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ?
પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવા માં આવતું.
કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે,દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે.
લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે.
પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે.
આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?
માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે.
અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છેને ! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.
રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?
બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી.
પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી.
કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.
જીજાબાઇ એ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત ને પણ ધ્યાનમાં લેવી જોઈએ.
દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.
રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.
પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”.
તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી નેનવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ વાપરશે.
સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે.
ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.
પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે.
કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.
પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળક ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે,
પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ માં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.
પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે.
જો તેઓ કંઈપણ કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.
માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે.
કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે,વખાણ કરે છે.
અમેરિકામાં એક વિચિત્ર વસ્તુ જાણવામાં આવી : ત્યાં કુમારિકાઓને સંતાન થવાનું અને પરિણીતાઓને છૂટાછેડા થવાનું બહુ સામાન્ય છે. કુમારિકાઓ પતિમતી થતાં અને છૂટાછેડાવાળી સ્ત્રીઓ પુનર્લગ્ન કરતાં એવાં સંતાનો અને પુનર્લગ્નવાળા પતિઓનાં પૂર્વની પત્નીઓનાં સંતાનોનો કોઈ ધણી ધોરી હોતો નથી. આવાં સંતાનો ત્યાં રોડવેઝતરીકે જાણીતાં છે. આ પુત્ર હોય કે પુત્રીઓ હોય, એમણે મા-બાપની હૂંફનો અનુભવ કર્યો જ નથી હોતો એટલે એમને કોણ પિતા છે એનો પણ ખ્યાલ હોતો નથી, રહેતો પણ નથી.
એવું જ વૃદ્ધ મા-બાપોના વિષયમાં પણ જાણવામાં આવ્યું. સંતાનો એમને નભાવતાં નથી હોતાં એને કારણે આવાં મા-બાપો કાઉન્સિલ એટલે કે મ્યુનિસિપાલિટીના વૃદ્ધાશ્રમોમાં રહી શેષ જીવન વિતાવે છે. બૅન્કમાં ચેક વટાવવા જતાં હોય, સ્ટોરોમાં પોતાને જરૂરી ચીજવસ્તુ ખરીદવા જતાં હોય, આવાં મા-બાપોને ફૂટપાથ ઉપર ડગુમગુ ચાલતાં જોવાનો અનુભવ મળ્યો છે જ.
આડકતરી આ અસર ભારતીય વસાહતીઓ પર થતી રહે છે. આમ એક બાજુ આવી અસર અને ભારતીય ઉપખંડમાં અંગ્રેજો આપણા માટે મૂકી ગયેલ અસરનો ધીમો પ્રસાર આપણે ત્યાં પણ થતો ક્યાંક ક્યાંક અનુભવાય છે. વૃદ્ધોને જીવાદોરી સમાન તો કમાતા પુત્રો જ હોઈ શકે. એ પુત્રો જ્યારે પોતાની જવાબદારી બજાવવામાં બેદરકાર બને ત્યારે વૃદ્ધોની શી દશા થાય ?જે પાલન કરે છે, પોષણ કરે છે, રક્ષણ કરે છે તે પિતા છે. જન્મથી લઈને પોતાના પગ પર ઊભો રહેવાની શક્તિ આવે ત્યાં સુધી પિતા પુત્રનું રક્ષણ કરે છે, પોતાની વિદ્યા પુત્રમાં સંક્રાંત કરે છે અને એ રીતે પુત્ર પોતાના સમાજમાં બીજા સમવયસ્કોની હરોળમાં ઊભો રહેવા શક્તિમાન થાય છે. આ જ કારણે બીજા દેશોની સરખામણીએ ભારતીય ઉપખંડમાં ઉત્પન્ન થયેલો પુત્ર વડીલ તરફ આદર-માન રાખનારો જોવા મળતો આવ્યો છે. એના હૃદયમાં પિતા હમેશાં આદર-માનને સ્થાને બિરાજી રહ્યો છે, પિતાના જીવન સુધી એનો આજ્ઞાંકિત રહેવામાં આત્મગૌરવ અનુભવે છે. એનાં વાણી વર્તન વગેરેમાં એ પિતા-માતા સમક્ષ નમ્રતાથી જીવવામાં પોતાનું શ્રેય માને છે. આજના બદલાતા સંબંધોમાં પુત્રની નજરે પિતાનો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે,
જે પાલન કરે છે, પોષણ કરે છે, રક્ષણ કરે છે તે પિતા છે. જન્મથી લઈને પોતાના પગ પર ઊભો રહેવાની શક્તિ આવે ત્યાં સુધી પિતા પુત્રનું રક્ષણ કરે છે, પોતાની વિદ્યા પુત્રમાં સંક્રાંત કરે છે અને એ રીતે પુત્ર પોતાના સમાજમાં બીજા સમવયસ્કોની હરોળમાં ઊભો રહેવા શક્તિમાન થાય છે. આ જ કારણે બીજા દેશોની સરખામણીએ ભારતીય ઉપખંડમાં ઉત્પન્ન થયેલો પુત્ર વડીલ તરફ આદર-માન રાખનારો જોવા મળતો આવ્યો છે. એના હૃદયમાં પિતા હમેશાં આદર-માનને સ્થાને બિરાજી રહ્યો છે, પિતાના જીવન સુધી એનો આજ્ઞાંકિત રહેવામાં આત્મગૌરવ અનુભવે છે. એનાં વાણી વર્તન વગેરેમાં એ પિતા-માતા સમક્ષ નમ્રતાથી જીવવામાં પોતાનું શ્રેય માને છે. આજના બદલાતા સંબંધોમાં પુત્રની નજરે પિતાનો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે, જે ભારતીય ઉપખંડ માટે વિચારવાની પરિસ્થિતિ ઊભી કરે છે. ભારતીય ઉપખંડને માટે ગૌરવની વાત તો એ છે કે ઈ.સ પૂર્વેની અને પછીની છ સાત શતાબ્દીઓ સુધી વિદેશોમાંથી આવેલા લોકો સ્થાનિક પ્રજા સાથે સમરસ થઈ ગયા, કહો કે એકાત્મક થઈ ગયા ને એમની બહારની સંસ્કૃતિનું કોઈ મહત્વનું નિશાન બચ્યું નહિ.
 By-Jay Bhojak

No comments:

Post a Comment