Saturday, January 7, 2012

OM NAM: SHIVAY

 ૐ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ
               
ઉર્વારુકમિવબંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત
                મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ
                
જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતં કર્મ બંધને
     આપણી ભારતીય સંસ્કૃતિમાં સૌથી પ્રાચીન અને સનાતન દેવ તરીકે શિવની આરાધના અને પૂજા થાય છે. આમ તો વિશ્વમાં સર્વત્ર શિવની પૂજા થતી હતી. કાળક્રમે તેન લોપ થતો ગયો. જૈન ધર્મના સ્થાપક પ્રથમ તીર્થંકર ઋષભદેવ દિગંબર પંથના સ્થાપક હતા માટે જૈન ધર્મની અંદર ઋષભદેવ અથવા આદિનાથને શિવનું સ્વરૂપ માની ભાવપૂર્વક પૂજવામાં આવે છે. મુસ્લિમો પણ શિવને આદિ અનાદિ દેવ માની નમસ્કાર કરે છે. પહેલગામના મુસ્લિમભાઈઓ પ્રથમ શ્રી અમરનાથજીના દર્શન કર્યા પછી જ નવાવર્ષનો શુભારંભ કરે છે. ફ્રાંસમાં એક ચર્ચની નીચે શિવલિંગ જોવા મળ્યું. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે પૂર્વજો તેની ઉપર જળ ચઢાવતા હતા તેથી આજ પણ તે પ્રથા ચાલુ છે. અમેરિકાના પેરુમાં ખોદકામ કરતા હજાર ફૂટ નીચે બે ટનનું શિવલિંગ અને ત્રિશુળ મળી આવ્યાં હતાં. કંબોડિયા, બર્મા, શ્રીલંકા વગેરે દેશોમાં જર્જરિત હાલતમાં શિવાલયો જોવા મળે છે. આમ શિવજી સર્વવ્યાપક છે. શિવત્વ પણ સર્વત્ર ફેલાયેલું છે.
         શિવજીનાં સંહારક સ્વરૂપને રુદ્રકહેવાય છે. ભલે શિવજી સંહારકના દેવ ગણાતા હોય પણ હકીકતમાં તો શિવજી તો ભોળા ભંડારી છે. જળ કે બીલીપત્રથી પ્રસન્ન થઈ જાય છે. ના ઉચ્ચારથી તો શિવ ખૂબ પ્રસન્ન થાય છે.. નારાયણ અને શિવ એકરૂપ છે ભલે બંનેના કાર્ય અલગ હોય
                        એકાત્મને નમો નિત્યં હરયે ચ હરાય ચ
      શિવજી એકમાત્ર કર્મફળના દાતા માનેલા છે. શિવજીને પશુપતિકહેવાય છે. જ્યારે જીવ આ પશુપતિની આરાધના કરે છે ત્યારે શિવકૃપાથી તેનું અજ્ઞાન નષ્ટ થાય છે અને મોહમાયાના પાશમાંથી મુક્ત થઈ મોક્ષ પામે છે. શિવકૃપાથી માયા પણ મળશે સાથે માયાથી મુક્તિ પણ મળશે. આ થયું શિવત્વ’.
        એક વ્યાખ્યા એ છે કે પાપીઓને તેમના કરેલાં પાપો ખૂબ રડાવે તે નામ રુદ્રકહેવાય. બીજી વ્યાખ્યા પ્રમાણે જેને શરણે આવેલા ભક્તના દુઃખ દૂર કરે એ રુદ્ર’. ત્રીજી વ્યખ્યા પ્રમાણે શરણે આવેલા ભક્તન અજ્ઞાનને, અહંભાવને, મોહમાયાના ચક્રમાંથી મુક્તિ અપાવી ચૈતન્યરૂપ બનાવે તે રુદ્ર’.
                ૐ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ
               
ઉર્વારુકમિવબંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત
                 મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ
                
જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતં કર્મ બંધને

No comments:

Post a Comment