Thursday, December 8, 2011

A Life....


હુંઆવ્યું મારા અહંકારને લીધે..
જે કર્યું છે એ મેંકર્યું છે એવા ભાવને લીધે..
મારુંકામ સર્વશ્રેષ્ઠ.. હું જ super એ ભાવ ને લીધે..
અને એ ભાવ કેવી રીતે આવ્યો? સમાજ? society? social pressure to succeed and get recognized?
સમાજમાં મોભાનું સ્થાન? અને તો જ મને જે જોઈએ તે મળે? મિત્રો? કે life partner? recognition by family, friends and profession?
આ બધાંથી (અને કદાચ આવા બીજા બધાં ભાવોથી) પર જઈએ તો જ હુંશબ્દ અમેઅને આપણેમાં રૂપાંતરિત થઇ શકે..સૌ કોઈ ઈશ્વરને સાથે જ પામી શકે

બીજા બધા જન્મો છે કે નહિ એની મને ખબર નથી
અને એની મને ખબર પડશે પણ નહિ કારણકે ત્યારે તો હું જીવિત આ form માં હોઈશ જ નહિ..

અચાનક જ અન્તદૃષ્ટિ મળી અને એક ઝબકારો થયો..દરેક વસ્તુમાં દેખાયું ઈશ્વરીય સર્જન.. સંબંધોના સમીકરણોના જવાબ આપોઆપ મળવા લાગ્યા.. ફૂલોના સુંવાળા સ્પર્શ જેવા એ લાગવા માંડ્યા..એ ખબર ન હતી કે આ ચમત્કાર કેવી રીતે થયો પણ ફરી જીવનમાં જીવનમળવાનો ઉન્માદ થયો….

જ્યારે કોઈ પણ રચનામાં real life માં અનુભવાતી લાગણી  ઉમેરાય છે ત્યારે એ રચના  વ્યક્તિગત અનુભવોનું સ્વચ્છ  પ્રતિબિંબ
બની જાય છે

Computer shutdown …
વિચારો શૂન્યાવકાશમાં ઓગળી જાય છે..
Shutdown 
થવા છતાં પણ  વિચારો
એની જાતે જ status પર લખાયા કરે તો કેવું?

સમયની ગઝલમાં
કોઈ વાર પ્રેમ અને આનંદ,
તો કોઇ વાર વિરહ અને વેદના.
કોઇ વાર ખુશી તો કોઇ વાર ગમ,
કોઇ વાર દોસ્તી તો કોઇ વાર અસમજણ..

એક સુંદર મળેલી પળ અનંત સમય સુધી જીવનને અજવાળી શકે છે, અંતરને નવપલ્લવિત બનાવી શકે છેસન્નાટો પણ ઉત્સવ બની જાય છે..
ખોવાઈ ગયેલી સ્મૃતિ અચાનક જ મળી આવતાં શૂન્યતામાં ભ્રહ્માંડ  દેખાવા માંડે છે. એ પૂર્ણતામાં આનંદ સિવાય કશું જ રહેતું નથીશૂન્યતા આનંદસભર બની જાય છે

No comments:

Post a Comment