Friday, November 19, 2010

Gujarati Poem

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,

પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,

સ્વિમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.

દરેક કૂંપળને કમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,

લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.

આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે,

કોયલને પણ કહી દેવું ના ટહૂકે ભરબપ્પોરે.

અમથું કૈં આ વાદળીઓને ઍડમીશન દેવાનું ?

ડૉનેશનમાં આખ્ખે આખ્ખું ચોમાસું લેવાનું.

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,

આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો ?

No comments:

Post a Comment